કચ્છ માધાપરના નિવાસી સ્વ. કિર્તિકુમાર શાંતિલાલ ખંડોલની દીકરી વૈરાગિની મુમુક્ષુ કાવ્યાબેન ખંડોલ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો. આચાર્ય ભગવંતશ્રીની આઠ વર્ષ બાદ લીંબડીમાં પાવન પધરામણી અને કુમારીકા બહેનનો સંસાર ત્યાગનો પ્રસંગ પ્રાપ્ત થયો છે.
…આચાર્ય ભગવંતશ્રીના આજ્ઞાનુવર્તી સાધુ-સાધ્વીજીના ચાલુ વર્ષના ચાતુર્માસની ઉદઘોષણાનો કાર્યક્રમ દીક્ષાના દિવસે દીક્ષા બાદ રાખવામાં આવ્યો હતો.
આચાર્ય ભગવંતશ્રીનો આ જ દિવસે સંયમ ષષ્ઠીપૂર્તિ દિન છે. તેઓશ્રી સંયમ જીવનના 60 વર્ષ પૂર્ણ કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.
આ શુભ અવસરે શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી, છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી, ડો ચિંતનચંદ્રજી સ્વામી, ડો. નિરંજનચંદ્રજી સ્વામી, આગમચંદ્રજી સ્વામી આદિ ઠાણા-13 તથા વિશાળ સંખ્યામાં મહાસતીજીઓ પધાર્યા હતા. તેમજ ગોપાલ સંપ્રદાયના શાસનપ્રભાવક રામોત્તમજી આદી ઠાણાઓ તથા અન્ય સંપ્રદાયના સંત-સતીજીઓ પણ પધાર્યા હતા.
જેમાં લીંબડીમાં વહેલી સવારે માળા મુહૂર્ત તથા સ્વસ્તિક વિધિ બાદ શોભાયાત્રા, બહુમાન અને વરસીદાન કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર ફત્તેસિંહજી જિન પાસે અજરામર પ્રવ્રજ્યા પ્રાંગણ મનદીપ હોલ ખાતે ભવ્ય દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો.