માંડવી-ગઢશીશા રોડ પર જાહેર સલામતીના ભાગરૂપે ૩૦ જેટલી રોડ લાઈટની સુવિધા આપવામાં આવી

માંડવી નગરસેવાસદન ધ્વારા માંડવી-ગઢશીશા રોડ પર જાહેર સલામતીના ભાગરૂપે ૩૦ જેટલી રોડ લાઈટની સુવિધા આપવામાં આવેલ છે. જે રોડ લાઈટો લાંબા સમયથી એક સાથે બંધ થઈ જવાથી સામાજિક અગ્રણી પુનમભાઈ મુછડીયાએ માંડવી નગર સેવા સદન મધ્યે રોક લાઈટ શાખાના કાર્યકારી ઈન્ચાર્જ ભૂપેન્દ્ર સલાટ સમક્ષ માંગણી કરેલ હતી.

પુનમભાઈ મુછડીયાએ માંડવી ગઢશીશા રોડ પર એક સાથે ૩૦ જેટલી રોડ લાઈટ બંધ હોવાથી આ રોડ પરના વ્યવસાવિક વેપારીઓ રહેવાસીઓ તેમજ અવર જવર કરતા નાગરિકોને અંધારાનો સામનો કરવો પડે છે. તેવી રજુઆત કરતા ભૂપેન્દ્ર સલાટે તત્કાળ રોડ લાઈટના કોન્ટ્રાકટરને તેમની રૂબરૂમાં જ ફોન કરી ત્વહિત રોડ લાઇટ ચાલુ ક૨વા સૂચના આપેલ હતી.

રોડ લાઈટ અંગની ફરિયાદને પગલે કોન્ટ્રાકટ૨ દ્વારા આ વિસ્તારમાં લાઈટો ચાલુ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ માંડવી-ગઢશીશા રોડ પર લક્ષ્મીનારાયણ નગરમાં પીવાના પાણી માટે લાઈનો પાથ૨વાની કામગીરી ચાલુ હોવાથી બે ત્રણ જગ્યાએ કેબલ કપાઈ જવાને કારણે લાઈટો ચાલુ થઈ શકેલ નિહ જેથી આ બાબતે રોડ લાઈટ શાખા ઘ્વારા પાણીની પાઈપ લાઈન પાથરતા કોન્ટ્રાકટરનું ધ્યાન દોરી વહેલી તકે કેબલનું પુનઃ જોડાણ કરાવવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *