રાજ્ય સરકારના મંત્રીઓના બાકી PA, PSની નિમણૂંકો કરવામાં આવી, સામાન્ય વહિવટ વિભાગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યુ
રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણુક કરવામાં આવી છે. જે બાદ આજે રાજ્ય સરકારના મંત્રીઓના બાકી PA, PSની નિમણૂંકો કરવામાં આવી છે
રાજ્ય સરકારના મંત્રીઓના બાકી PA, PSની નિમણૂંકો કરાઈ
મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અગ્ર સચિવ તરીકે ફરી એકવાર કે.કૈલાસનાથનને નિમણૂક આપવામાં આવી છે. બાદમાં હવે કેબિનેટ મંત્રીઓને બાકી પી એ અને પી એસની નિમણૂંકો કરવામાં આવી છે. તેમને જણાવી કે, રાજ્ય કક્ષાના મંત્રીઓના અંગત સચિવોની પણ નિમણૂંક કરી દેવાઈ છે. મંત્રીઓના બાકી PA, PSની નિમણૂંકોને લઈ સામાન્ય વહિવટ વિભાગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં નાણા, ઉર્જા મંત્રી કનુ દેસાઈના અંગત સચિવ તરીકે કે.કે.પટેલ-નાયબ સચિવ અને અધિક અંગત સચિવ તરીકે નિરવ પટેલની નિમણૂક કરાઈ છે.
CMના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક
થોડા દિવસ અગાઉ જ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાંઆવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમાયા છે. ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે.
મુખ્યમંત્રીના સલાહકાર તરીકે એસ.એસ.રાઠૌર
થોડા દિવસ અગાઉ જ એસ.એસ.રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની કામગીરી સોંપાઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ એસ.એસ.રાઠૌર રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર કામગીરી કરશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે.