અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે ક.વિ.ઓ કચ્છ નું અભીનઅંગ છે…
કચ્છ માં અનેક સેવાકીય સંસ્થાઓ કામ કરી રહી છે ત્યારે કવીઓ જૈન મહાજન પોતાની સેવાઓ ને લઈ ને વર્ષો થી કચ્છ ના દરિદ્ર નારાયણઓમાં પોતાનું અલગ જ સ્થાન ઊભું કર્યું છે
ક.વી.ઓ. જૈન મહાજન-ભુજની વાત કરી એ તો સ્વાભાવિકપણે લોકોની નજર સમક્ષ એક આત્મીય ચહેરો નજર સામે આવી જાય.. જી વાત કરી રહ્યા છે આ સંસ્થા ના સ્થાપક શ્રી તારાચંદભાઈ છેડા કચ્છ માં સેવાકીય પ્રવૃતિઓ ને વેગ આપવા ૨૪ વર્ષ પૂર્વે ૨૭ ડિસેમ્બર, ૧૯૯૮ માં કચ્છ ના પાટનગર ભુજ માં ક.વી.ઓ. જૈન મહાજન-ભુજ સંસ્થા નું જાણે નવ નિર્માણ થતું હોય તે રીતે સંકુલનાં લોકાપર્ણ સાથે કચ્છનાં પાટનગર માં સ્નેહ, સેવા અને સમર્પણના ભાવ સાથે સેવાઓ અંકિત કરનારા તારાચંદભાઈ આજે આપણી વચ્ચેથી દેવલોક પામ્યા ગયા છે ત્યારે આ સેવાભાવી વ્યક્તિત્વની ખોટ નો વસવસો આજે પણ કચ્છ ના લોકો કરી રહ્યા છે.
કચ્છી વીશા ઓસવાળ જૈન મહાજન ની આ સેવા પ્રવૃત્તિઓ ૧૯૯૮થી ૨૦૨૨, ૨૪ વર્ષની મજલ કાપી આજે ૨૫મા રજતજયંતી વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે, આ સંસ્થાને એક સેવાનું વટવૃક્ષ બનાવનારા તારાચંદભાઈ નું વ્યક્તિત્વ જ સેવા ના ભેખધારી જેવું હતું. કચ્છી દાનવીરો અને માદરે વતન કચ્છ સાથે તેઓ જીવનભર કડીરૂપ બની રહ્યા હતા…
એમની આ સેવાકીય પ્રવૃત્તિઓને પરંપરાગત આગળ ઘપાવવા માટે
ક.વી.ઓ. જૈન મહાજન-ભુજ સૌના સહયોગ અને વ્યવસ્થાના ભાગરૂપે સંસ્થાનો કારભાર તેમના પુત્ર શ્રી જીગર છેડાને સોંપવામાં આવેલ અને તેઓ બખૂબી છેલ્લા ૮ મહિના થી સંસ્થા ની અનેક સેવાકીય કામગીરી વેગ આપી રહ્યા છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તરફ દ્રષ્ટિ કરીએ તો કચ્છ જિલ્લા માં વરસાદ ખેંચાતાં કચ્છ ના અલગ – અલગ ગામોમાં ૧૦ હજારથી વધુ ગોમાતાઓ માટે નીરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. લમ્પી વાયરસની બીમારી સમયે ગાય માતાઓ માટે વિશિષ્ઠ રીતે શું કરવું જોઈએ જેથી કચ્છ નું
ગૌ -ધન બચી શકે તે માટે દાનવીર શ્રેષ્ઠી દામજીભાઈ એંકરવાલા ને મળી જરૂરી માર્ગદર્શન મેળવી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુપાર્શ્વ જૈન સેવા મંડળ લમ્પીગ્રસ્ત ગાયોની સેવામાં મદદરૂપ થઈ સેવાના આ કાર્ય માં સેતુ સમાન કામગીરી કરી હતી. ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી મહામૂલાં પશુધનને બચાવવાનાં અને રસીકરણ માટેનાં અભિયાનને વેગવંતુ બનાવેલ. તો દીકરી ના લગ્ન સમયે મહાજનનું મામેરું યોજના અંતર્ગત ૧૦ દીકરીનાં લગ્ન કર્યાં. અત્યાર સુધી આ સંસ્થાએ ૨૬૨ દીકરીનાં લગ્ન કરાવેલ છે. આરોગ્ય સેવાની વાત કરીએ તો ભુજ અને મસ્કામાં એંકરવાલા હોસ્પિટલ મધ્યે નિયમિત તબીબી સેવાઓ, સ્થાનિક નિષ્ણાત તબીબોની સેવાઓ, સુપર સ્પે. તબીબોની સેવાઓનું આયોજન તેમજ જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે મદદરૂપ બનવા પ્રયાસો કર્યા સતત આ સંસ્થાન કરી રહી છે. દર્દીઓ માટે પાયા ની સુવિધા જેવી કે લેબોરેટરી, એક્સ રે સુવિધા, આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ, સાદી એમ્બ્યુલન્સ સેવાઓ અવિરત કાર્યરત છે. ભુજ નજીકના વિસ્તારો માટે વિનામૂલ્યે મોક્ષવાહિની સેવા ઉપલબ્ધ છે. ભુજ શહેરમાં જૈન સમાજ માટે રમતગમત ક્ષેત્રે બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. ક.વી.ઓ. જૈન મહાજન ની અન્ય સેવાઓ ની વાત કરીએ તો ૪૨ ગામોના નિઃસહાય વડીલો માટે સહાયરૂપ બનવા માવિત્ર આર્શીવાદ યોજના સતત ૧૮ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થના ઋણી છે આ સંસ્થના દાતાઓના આર્થિક સહયોગ, વડીલોનાં માર્ગદર્શન સાથે આ સંસ્થા કાયમી કાર્યરત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે મહાજન ના પરંપરાનાં પચિન્હો પર મક્કમતાથી આગળ વધી રહી છે . આવી સેવાકીય સંસ્થાન ને ખૂબ ખૂબ અભિનંદન.