દેશભરની હોસ્પિટલોમાં થઈ મોકડ્રીલ, માંડવિયા ખુદ રહ્યાં હાજર

  • કોરોના તૈયારીને લઈને હોસ્પિટલમાં થઈ મોકડ્રીલ
  • દિલ્હીની સફદરગંજ હોસ્પિટલની મોકડ્રીલમાં માંડવિયા રહ્યાં હાજર
  • મોકડ્રીલ બાદ બોલ્યાં- દેશમાં કોરોના ન ફેલાવવો જોઈએ તેવી સરકારની ઈચ્છા 

કોવિડ -19 ના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને, આજે દેશભરની હોસ્પિટલોમાં કોવિડ -19 મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલનો હેતુ હોસ્પિટલના સાધનો, પ્રોસેસ અને તેની તાકાતનું પરીક્ષણ કરવાનો હતો જેથી કોરોના ફેલાય તો તેને પહોંચી વળાય. 

માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલની મોકડ્રીલમાં ભાગ લીધો 
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કોવિડ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, જો જોખમની સ્થિતિ ઉભી થાય છે, તો હોસ્પિટલોએ કોરોનાને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે, અમે ઇચ્છીએ છીએ કે અન્ય હોસ્પિટલો પણ તૈયાર રહે. રાજ્યના આરોગ્ય પ્રધાન સુનિશ્ચિત કરી રહ્યા છે કે દરેક જગ્યાએ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. કવાયતમાં ભાગ લેતી વખતે આરોગ્ય પ્રધાને ટ્વિટર પર તેમના ફોટા પણ શેર કર્યા હતા.

તમામ અધિકારીઓને એલર્ટ રહેવાનો આદેશ 
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, પીએમ મોદીએ દુનિયાભરમાં કોવિડની સ્થિતિને જોતા તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે કહ્યું છે. ચીનના કેસોમાં વિસ્ફોટક વધારા બાદ આખી દુનિયા કોરોનાને લઈને સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયાથી અનેક બેઠકો યોજી છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે વાયરસ દરેક રીતે ફેલાય નહીં.

દેશની મોટી હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ
કેન્દ્ર સરકારના આદેશને પગલે દેશની મોટી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી જેમાં કોરોનાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી જેથી કરીને ફેલાવાની સ્થિતિમાં કોરોનાને નાથી શકાય. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *