ગુજરાતના તમામ જિલ્લાના DEOને મહત્વનો આદેશ

રાજ્યની શાળાઓનું થશે મૂલ્યાંકન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષથી હવે રાજ્યની પ્રાથમિક શાળાઓનુ પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર માધ્યમિક શાળાનું જ મૂલ્યાંકન થતું હતું.

તમામ જિલ્લાના DEOને અપાઈ સૂચના

રાજ્યની 33 હજાર પ્રાથમિક અને 1 હજાર 862 માધ્યમિક શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. તમામ શાળાઓનું સ્વ અને બાહ્ય મૂલ્યાંકન થશે. સર્વ શિક્ષા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાનું મૂલ્યાંકન કરવા માટે તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે. હવે માધ્યમિક શાળાની સાથે-સાથે પ્રાથમિક શાળાઓનું પણ મૂલ્યાંકન કરાશે. રાજ્યની 32940 સરકારી પ્રાથમિક અને 1865 માધ્યમિક સ્કૂલનું મૂલ્યાંકન થશે.

સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના DEO ને સૂચના અપાઈ

શાળામાં સ્વ-મૂલ્યાંકન એ વાર્ષિક પ્રક્રિયા છે. જ્યારે બાહ્ય-મૂલ્યાંકન ત્રણ વર્ષમાં એકવાર દરેક શાળામાં થાય છે. શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન માટેનો સમય અને તારીખ શાળા સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવે છે.

શાળામાં બાહ્ય-મૂલ્યાંકન કરનારા મૂલ્યાંકનકારો શાળા બહારના તેમજ શિક્ષણ જગતમાં સમાવિષ્ટ હોય તેવા તજજ્ઞો હોય છે. બાહ્ય મૂલ્યાંકન માટેની ટીમની રચના રાજ્ય/જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. તેઓ શાળા સુધારણા અને વિદ્યાર્થીઓના પ્રદર્શન બાબતે સહાયરૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *