દ્વારકા થી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રા આજરોજ સમાપ્ત થઇ છે. આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું મોડલ બન્યું છે. આજે પોરબંદરમાં ઘણો વિકાસ થયો છે. ગુજરાતને વિકાસના કામોની ભેટ આપવા આવતીકાલે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પાટીલ વધુમાં જણાવ્યું કે, આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. ભૂતકાળમાં ગુજરાતમાં આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણી સહિતના મુખ્યમંત્રીઓએ જે વિકાસના કામો કર્યા છે તેનું ફળ આજે ગુજરાતની જનતાને મળી રહ્યુ છે. કોંગ્રેસે ચૂંટણી સમયે જાહેર સ્થળોએ બેનરો લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે. પણ ગુજરાતમાં કોંગ્રેસના કામ નહી કારનામાં બોલે છે અને ગુજરાતની જનતા જાણે છે એટલે જ 27 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી દુર છે. આજે ગુજરાતને પિવાનું શુદ્ધ પાણી મળે છે. કોંગ્રેસની સરકારમાં પિવાના શુદ્ધ પાણી માટે વલખા હતા. કોંગ્રેસ તેમની સરકારમાં કાયદો અને વ્યવસ્થા પણ જાળવી શક્યા નોતા, અમદાવાદ આવવા બહારના જિલ્લાના લોકો ફોન કરતા કે અમદાવાદમાં કરફ્યુ તો નથીને. આજના યુવાનોએ કરફ્યૂના એ દિવસોની ખબર નથી કેમ કે ભાજપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુઘારી.
પાટીલ વધુમાં જણાવ્યું કે, દ્વારકામાં યાત્રાની શરૂઆત થઇ ત્યારે સ્થાનિકો કહેતા કે અનેક ગેરકાયદેસર બાંધકામ થયા છે તેમાથી કૃષ્ણની ભૂમિને મુક્તિ આપો. રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે ગેરકાયદેસર બાંધકામને દુર કર્યા. આજે દ્વારકાની જનતા ભાજપની સરકારથી ખૂશ છે.
પાટીલ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ચૂંટણી આવી એટલે કેટલાક લોકો વચનો આપવા આવી જાય છે. આ લોકોની ગેરેંટીથી ગુજરાતની જનતા ભરમાય નહી. ભાજપે ગત ચૂંટણીમાં મેનિફેસ્ટોમાં આપેલા વચનો પુર્ણ કર્યા છે જેમાં રામ મંદિર, 370ની કલમ દુર કરી. લોકસભા અને રાજસભામાં કોંગ્રેસના લોકો મોદી સાહેબને કહેતા કે મોદીજી કાશ્મીરમાં કલમ 370 ને હાથ ન લગાવતા, કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેશે પરંતુ મોદી સાહેબે કલમ 370 અને 35-એ ની દુર કરી નાખી. કાશ્મીરમાં ખૂનની નદીઓ દુરની વાત એક ગોળી પણ નથી ફૂટી.કોરોના સમયે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ફ્રી મા અનાજ અને રસી આપી છે. આ ગૌરવ યાત્રાને ગુજરાતની જનતાએ ભવ્ય આવકાર આપ્યો છે બદલ ગુજરાતની જનતાનો આભાર.