9 દિવસમાં 6 દિવસ બંધ રહેશે શેર માર્કેટ, આવનાર સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ થશે કામકાજ, જુઓ રજાનું લિસ્ટ

9 દિવસમાં 6 દિવસ બંધ રહેશે શેર માર્કેટ, આવનાર સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ થશે કામકાજ, જુઓ રજાનું લિસ્ટ

આગામી 9 દિવસોમાંથી 6 દિવસ શેર બજારમાં રજા રહેવાની છે. આવતા અઠવાડિયે BSE-NSE પર માત્ર 3 દિવસ જ કામકાજ ચાલુ રહેશે. જોઈ લો શેર બજારમાં રજાઓનું લિસ્ટ.

આવનારા દિવસોમાં 2 લોન્ગ વિકેન્ડ આવી રહ્યા છે. એવામાં સતત ૨ વાર શેર બજારમાં 3-3 દિવસની રજા રહેવાની છે. 9 દિવસોમાંથી 6 દિવસ શેર બજાર બંધ રહેવાનું છે. આ પહેલા 10 એપ્રિલે મહાવીર જયંતીને કારણે શેર બજાર બંધ રહ્યા હતા. શુક્રવારે શેર બજાર ખુલ્યું અને ભારે ઉછાળા સાથે બંધ થયું. હવે આજ સહિત આગામી 9 દિવસોમાં 6 દિવસ શેર બજારમાં રજા રહેવાની છે.

જોઈ લો શેર બજારમાં રજાઓનું લિસ્ટ

12 એપ્રિલ, 2025: આજે શનિવાર છે, તેથી શેરબજારમાં કોઈ કામ નહીં થાય.

13 એપ્રિલ, 2025: રવિવારના કારણે શેરબજાર બંધ રહેશે.

14 એપ્રિલ 2025: આંબેડકર જયંતિને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કોઈ કામકાજ થશે નહીં.

આ પછી, 15, 16 અને 17 એપ્રિલે શેરબજારમાં કામકાજ થશે.

18 એપ્રિલ, 2025: ગુડ ફ્રાઈડેના કારણે આ શુક્રવારે શેરબજારમાં કોઈ કામકાજ નહીં થાય.

19 એપ્રિલ, 2025: શનિવાર હોવાથી આ દિવસે શેરબજારમાં કોઈ કામકાજ નહીં હોય.

20 એપ્રિલ, 2025: રવિવારના કારણે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *