6 INCH RAIN IN KAPARADA : કપરાડામાં 6 ઇંચ વરસાદ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

6 INCH RAIN IN KAPARADA : વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને સવારથી જ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે વાપીમાં 3.58 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું છે.
ઉલ્લેખનીય છે કે રાજયમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં માત્ર 1. 22 ઇંચ નોંધાયો હતો, જ્યારે વલસાડના ધરમુપરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
6 INCH RAIN IN KAPARADA : આજે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. સવારથી વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડા તાલુકામાં 6.14 ઇંચ, વાપીમાં 3.58 ઇંચ, અને ધરમપુરમાં 1.46 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારીના ખેરગામમાં 1.38 ઇંચ, વલસાડ શહેર અને પારડીમાં 1.14 ઇંચ, ડાંગમાં 1.1 ઇંચ, સુરતના માંડવીમાં 1.06 ઇંચ, ડાંગના સુબીરમાં 1.06 ઇંચ અને નવસારીના વાસંદામાં 1.02 ઇંચ ખાબક્યો છે.
સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા

6 INCH RAIN IN KAPARADA : વાપીમાં માત્ર બે કલાકમાં જ 2.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વાપીના ઝંડા ચોક, મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે વાપીનો અંડરપાસ લોકોની અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
6 INCH RAIN IN KAPARADA : વલસાડ જિલ્લાના વાપી ઉપરાંત કપરાડામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. જેથી નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
6 INCH RAIN IN KAPARADA : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.
https://x.com/collectorvalsad/status/1948702728424665091
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઇ ઍલર્ટ, 19 ડેમને ઍલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
ચાલુ ચોમાસા સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો