300 કરોડના ચાઈનીઝ ફટાકડા ભરેલા બે કન્ટેનર મુન્દ્રા બંદરે ગિરફતાર, રાષ્ટ્રીય કસ્ટમ કમિશનરની મુલાકાત સમયે જ કાર્યવાહી

300 કરોડના ચાઈનીઝ ફટાકડા ભરેલા બે કન્ટેનર મુન્દ્રા બંદરે ગિરફતાર, રાષ્ટ્રીય કસ્ટમ કમિશનરની મુલાકાત સમયે જ કાર્યવાહી

મુન્દ્રા પોર્ટ
mundra port

પોર્ટ પર એક તરફ રાષ્ટ્રીય કક્ષાના કસ્ટમ કમિશ્નરની ઉડતી મુલાકાતની સત્તાવાર માહિતી વચ્ચે પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાના બે આયાતી કન્ટેનર સ્થાનિક કસ્ટમ વિભાગ ની ગિરફ્ત માં હોવાના અહેવાલ સાંપડ્યા હતા.

બંદરીય વેપાર સાથે સંકળયેલા જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ ડીઆરઆઈ અને સ્થાનિક કસ્ટમને મળેલ સંયુક્ત બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર 150 આયાતી કન્ટેનર ટાંચમાં લેવાયા હતા. ત્યાર બાદ ક્રમબધ ચકાસણી હાથ ધરવામાં આવતા બે કન્ટેનરમાંથી ચાઈનીઝ ફટાકડા મળી આવતા કન્ટેનર આયાત કરનાર દિલ્હીની પાર્ટીને તેડું મોકલી બાકીના કન્ટેનરની સઘન તપાસ હાથ ધરાઈ છે.

સૂત્રો જણાવે છે કે હાલ દિવાળીની સીઝન નજીક હોઈ મુક્ત બજારમાં ભારતીય બનાવટના ફટાકડાની સરખામણીએ સસ્તા ભાવે મળતા વિસ્ફોટકોની ભારે માંગ રહે છે. આમ તો ભારતમાં ચાઈનીઝ ફટાકડા પર 400 ટકા ડ્યુટી લાગે છે. માટે તેને મિસ ડીલેરેશન બતાવી ગેરકાયદેસર ચીનથી મંગાવવા આયાતકારો આકર્ષાય છે.

આમ ફટાકડા ભરેલા એક કન્ટેનરની કિંમત દોઢ કરોડ રૂ આંકવામાં આવી રહી છે. ત્યારે બે મળી ને ત્રણ કરોડ ના ફટાકડા હાથ લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *