૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ

રિપોર્ટ : જલપેશ ખત્રી

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ કે ગણતંત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું . પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રની રાજધાની નવી દિલ્હિમા ભારતના રાષ્ટ્રપતિની હાજરીમાં રાજપથ ખાતે યોજવામાં આવે છે . પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ લાવશે અને રાષ્ટ્રને સંબોધન કરે છે.

ભારતે અંગ્રેજોથી ૧૯૪૭ માં આઝાદી પ્રાપ્ત કરી હતી . પરંતુ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી બંધારણ અમલમાં આવ્યો ન હતો. ડો. રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ , ૭૪મો પ્રજાસત્તાક દિવસ સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવશે.


SOME PEOPLE LIKE SUNDAY,
SOME LIKE MONDAY,
BUT I ONLY LIKE ONE DAY,
AND THAT’S REPUBLIC DAY.


ગણતંત્રનો અર્થ જનતા માટે જનતા દ્વારા શાસન. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. બંધારણનું નિર્માણ ભરતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસમાં પૂરું કર્યું હતું. જ્યારે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં ૩૯૫ લેખ , ૮ અનુસૂચિ હતી.આ બંધારણમાં ૨૨ ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કૂલ ૨૮૪ સભ્યો હતા.


ભારત દેશના ખૂણે-ખૂણા માં ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.ભારત ઉપરાંત વિદેશમાં ભારતીય દૂતવાસમા પણ આ ઉત્સવ ગૌરવ પૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતની રાજધાની દિલ્હીમાં આર્મીના વિવિધ કરતબો , સાંસ્ક્રુતિક કાર્યક્રમો , દેશભક્તિના ગીત વગેરેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર ભારત દેશભક્તિના રંગમાં રંગાઈ જાય છે. શાળાઓમા તેમજ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનું કાર્યક્રમ ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *