2500 crore worth of drugs seized at Kandla port

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો જાણે હોટ ફેવરિટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2500 કરોડ રુપિયા જેટલી થાય છે. ગુજરાત ATS અને DRIની સંયુક્ત કામગીરીમાં હેરોઈન ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો 2500 કરોડની આસપાસ થાય છે.  
એજન્સીઓને શક છે કે, આવું એક જ કન્ટેનર નહીં પરંતુ વધુ કન્ટેનર પણ હોય શકે છે. જેમાં આ કન્ટેનરની પણ તપાસ થઇ રહી છે.મહત્વનું છે કે, રો ડ્રગ્સ પાકિસ્તાનમાં તૈયાર થતું હોય છે પરંતુ તેને અફઘાનિસ્તાન અને ઇરાનના મારફતે ભારત લાવવામાં આવતુ હોય છે. જે બાદ તેને બીજા દેશમાં મોકલવામાં આવતુ હોય છે. આ પહેલા પણ ઝડપાયેલા ડ્રગ્સના મોટા જથ્થાને પણ આ રીતે જ લાવાવમાં આવ્યુ હતુ. તેની ખપત ભારતમાં થવાની ન હતી. તેને અન્ય દેશોમાં મોકલવાનું હતું. હાલ  આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *