2 ACCUSED ARRESTED : મુંન્દ્રા પ્રોહિબિશન કેસના 2 ભાગેડુ આરોપીને પશ્ચિમ કચ્છ LCBએ માંડવીમાંથી ઝડપી પાડ્યા

2 ACCUSED ARRESTED : પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી માંડવી શહેર વિસ્તારમાંથી કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં હરી હરજી ગઢવી (ઉંમર 42, રહે. મૂળ કોટાયા, તા. માંડવી, હાલ ધવલનગર-2, માંડવી) અને ગોવિંદ વાલા ગઢવી (ઉંમર 25, રહે. ઉનડોઠ, તા. માંડવી) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા.
LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ, LCB ટીમના એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈએ ગુપ્ત માહિતીના આધારે આ આરોપીઓને શોધી કાઢ્યા હતા.
પોલીસે બંને આરોપીઓને ગુના અંગેની જાણકારી આપી અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.