આણંદ જિલ્લા ના તારાપુર થી ટેમ્પો નંબર GJ 01 ET 2924 માં એક બળદ અને ત્રણ વાછરડા લઈ જવાની માહિતી મળતાની સાથે જ ગૌસેવક ચિરાગભાઈ એ તારાપુર થી ટેમ્પો નો પીછો કરી બોચાસણ ટોલ નજીક ટેમ્પોને પકડી તપાસ આદરી હતી તપાસમાં બળદ અને વાછરડા ખેડૂત દ્વારા લઈ જવાતા હોવાનું અને ખેતીમાં ઉપયોગ લેવાનું જાણવા મળતા ટેમ્પો માં રહેલ ગૌવંશ માટે પાણી ની વ્યવસ્થા કરાઈ હતી સમગ્ર તપાસ માટે ના સૂચનો ગૌરક્ષા સંઘ ના પ્રદેશ અધ્યક્ષ બીનાબેન પટેલે સૂચનો કર્યા હતા.
આ તકે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ અને બોરસદ યુવા સેના ના રક્ષિતભાઈ પટેલ (મયંકભાઇ પટેલ), મેહુલભાઈ પટેલ, મનહરભાઈ ઠાકોર, ચિરાગભાઈ પટેલ, હિમાંશુભાઈ શર્મા સહિત હાજર રહ્યા હતા…