- માંડવીમાં પ્રભુજીની કલાત્મક આંગી
માંડવી તા. 13/09 : માંડવીમાં તા. 12/09 ને મંગળવારથી જૈનોના પર્વાધીરાજ પયુૅષણ મહાપર્વનો શુભારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીર માંડવીના તપગચ્છ જૈન સંઘના શીતલ પાર્શ્વ જિનાલયના શીતલનાથ ભગવાનની કલાત્મક અંગરચના (આંગી)ની છે. આ આંગી શ્રીમતી મધુબેન ભુજંગીભાઈ સંઘવી અને તેમના પુત્રવધુ શ્રીમતી હર્ષિદાબેન પારસભાઈ સંઘવીએ બનાવેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહ અને પુવૅટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.