15th AUGUST CELEBRATION : બાલાસરના મહિલા સરપંચને 15 ઓગસ્ટે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ

15th AUGUST CELEBRATION : બાલાસરના મહિલા સરપંચને 15 ઓગસ્ટે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ

15th AUGUST CELEBRATION
15th AUGUST CELEBRATION

15th AUGUST CELEBRATION : રાપર તાલુકાના બાલાસર ગામના મહિલા સરપંચ જમણીબેન રામભાઈ ચૌધરીને દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે. કચ્છના સરહદી વિસ્તારમાંથી એકમાત્ર મહિલા સરપંચને આ સન્માન મળ્યું છે.

વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-2 અંતર્ગત તેમને આ આમંત્રણ આપવામાં આવ્યું છે. જમણીબેન તેમના પતિ રામભાઈ ચૌધરી સાથે ભુજથી દિલ્હી જશે. તેમના લાયઝન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર જીતેન્દ્ર રાવલની નિમણૂક કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 5 એપ્રિલ 2025ના રોજ આ પ્રોગ્રામને મંજૂરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર આવેલા ગામોનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

15th AUGUST CELEBRATION : આ પ્રોગ્રામ હેઠળ સરહદી ગામોમાં રસ્તા, વીજળી, પાણી પુરવઠો અને મોબાઈલ કનેક્ટિવિટી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સ્માર્ટ ક્લાસ અને શાળાઓ માટે શૈક્ષણિક સંસાધનો પણ વિકસાવવામાં આવશે. પ્રવાસન સર્કિટ અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વિકાસ પણ કરવામાં આવશે.

ગુજરાતમાંથી કુલ ત્રણ સરપંચો દિલ્હી જશે, જેમાં કચ્છના બાલાસરના સરપંચ જમણીબેન ચૌધરીનો સમાવેશ થાય છે. તેઓ ચાર દિવસ દિલ્હીમાં રોકાણ કરશે. આ કાર્યક્રમનો હેતુ સીમાવર્તી નાગરિકોને રાષ્ટ્ર સાથે જોડવાનો અને તેમને સીમા સુરક્ષા દળોની આંખ અને કાન તરીકે વિકસાવવાનો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *