આગામી 12 MAY ના રોજ વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 MAY ના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.
બપોરે 2 કલાકે રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે
વડાપ્રધાન PM મોદી 12 મેના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવશે.