આસોજ ગામમાંથી 11 ફૂટ લાંબા અને 400 કિલોના મહાકાય મગરને 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

ગુજરાતમાં વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે. શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે. ચોમાસા દરમિયાન વડોદરામાં નદીમાં પાણી આવતા મગર રોડ ઉપર ઉતરી આવતા હોય છે. ત્યારે આજે આસોજ-પીલોલ ગામના નાળામાં 11 ફૂટ લાંબો મગર પડ્યો હતો. 2 કલાકની જહેમત બાદ મગરને બહાર કઢાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *