100 લોકોના જીવતા દટાયા! દક્ષિણ આફ્રિકાની ખાણમાં કાળજું કંપાવતી દુર્ઘટના, ભૂખ તરસે આપ્યું તડપતું મોત

100 લોકોના જીવતા દટાયા!
100 લોકોના જીવતા દટાયા!

100 લોકોના જીવતા દટાયા! દક્ષિણ આફ્રિકાની ખાણમાં કાળજું કંપાવતી દુર્ઘટના, ભૂખ તરસે આપ્યું તડપતું મોત

દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં 100 મજૂરોના મોત થઈ ગયા છે. ઘણા મજૂરો હજુ પણ અંદર ફસાયેલા છે. એવો અંદાજ છે કે મોટાભાગના મજૂરો ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામ્યા છે.

દક્ષિણ આફ્રિકામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગેરકાયદેસર સોનાની ખાણમાં ફસાયેલા 100 મજૂરોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ મજૂરો ઘણા મહિનાઓથી ખાણમાં ફસાયેલા હતા. આ મજૂરો ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામ્યા હોવાની શંકા છે. ખાણમાંથી લગભગ 26 અન્ય મજૂરોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જયારે અત્યાર સુધીમાં કુલ 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના સ્ટીલફોન્ટેન શહેરની નજીક બફેલ્સફોન્ટેન ખાતે આવેલી સોનાની ખાણોમાં બની છે. પહેલા શરીરના પોસ્ટમોર્ટમથી જાણવા મળ્યું કે તેનું મૃત્યુ ભૂખને કારણે થયું છે.

માઇનિંગ અફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપના પ્રવક્તા સાબેલો મંગુનીએ જણાવ્યું કે કેટલાક મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. તેમની સાથે મોબાઇલ ફોન પર બે વીડિયો મોકલવામાં આવ્યા. તેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા ડઝનબંધ મૃતદેહો દેખાઈ રહ્યા છે. મંગુનીએ જણાવ્યું કે ખાણમાં ઓછામાં ઓછા 100 લોકો મૃત્યુ પામ્યા છે. એવી આશંકા છે કે બધા મૃત્યુ ભૂખ અને તરસને કારણે થયા છે. અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

પોલીસે ચલાવ્યું હતું અભિયાન

દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં ગેરકાયદેસર ખાણકામ સામાન્ય વાત છે. હકીકતમાં, મોટી કંપનીઓ ચોક્કસ સમયગાળા પછી ઓછા નફાવાળી ખાણો બંધ કરી નાખે છે. આ પછી, સ્થાનિક ખાણિયોના જૂથો ગેરકાયદેસર રીતે આ ખાણોમાં બાકી રહેલા સોનાના ભંડારને શોધે છે. નવેમ્બરમાં, દક્ષિણ આફ્રિકાની પોલીસે આ ગેરકાયદેસર ખાણિયોને બહાર કાઢવા માટે એક અભિયાન ચલાવ્યું હતું.

પોલીસ પર મોટો આરોપ

મળતી માહિતી મુજબ, પોલીસે ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યો. આ પછી મજૂરો અને પોલીસ વચ્ચે ગતિરોધ થયો. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી માંજોરો બહાર આવવા માંગતા ન હતા. દરમિયાન, મંગુનીનું કહેવું છે કે પોલીસે ખાણમાંથી બહાર નીકળવા માટે વપરાતા દોરડા કાઢી નાખ્યા. આ પછી બધા મજૂરો અંદર જ ફસાઈ ગયા. પોલીસે ખાણની અંદર ખોરાકનો પુરવઠો પણ બંધ કરી દીધો, જેથી બધા મજૂરો બહાર નીકળી આવે. પરંતુ હવે એવું સામે આવી રહ્યું છે કે ભૂખ અને તરસને કારણે મજૂરોએ જીવ ગુમાવ્યા છે.

પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર સેબાતા મોક્ગવાબોન કહે છે કે સોમવારે ફરી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે અંદર કેટલા મૃતદેહો છે અને કેટલા લોકો જીવિત છે. મંગુની કહે છે કે ખાણમાં વિવિધ સ્થળોએ ઓછામાં ઓછા 500 ખાણિયો હજુ પણ અંદર છે. જણાવી દઈએ કે આ ખાણ દક્ષિણ આફ્રિકાની સૌથી ઊંડી ખાણોમાંની એક છે. તેની ઊંડાઈ 2.5 કિલોમીટર છે.

મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન (શાહી સ્નાન) શરૂ થઈ ગયું છે. હાથમાં તલવાર-ત્રિશૂલ, ડમરુ. આખા શરીરમાં ભભૂત. ઘોડા અને રથની સવારી. નાગા ઋષિ-મુનિઓ હર-હર મહાદેવના નારા લગાવતા સંગમ પહોંચી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *