1 INCH RAIN IN MADH : લખપતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, માતાના મઢ સહિત અનેક વિસ્તારોમાં એક 1 વરસાદ

1 INCH RAIN IN MADH : લખપતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, માતાના મઢ સહિત અનેક વિસ્તારોમાં એક 1 વરસાદ

1 INCH RAIN IN MADH
1 INCH RAIN IN MADH

લખપત તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. દયાપર, ઘડુલી માતાનામઢ, પાનધ્રો, ગુનેરી, અટડા, સાંયરા, મુધાન, ધારેશી, બેટીયારી અને સુભાષપર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માતાના મઢ વિસ્તારમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ થયો છે.

1 INCH RAIN IN MADH
1 INCH RAIN IN MADH

હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે. બપોરના સમયે ભુજ, મુન્દ્રા અને રાપર વિસ્તારમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. ભુજનું મહત્તમ તાપમાન હાલ 32 ડિગ્રી નોંધાયું છે. બપોરના ચાર વાગ્યા સુધીમાં તે 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉકળાટના પ્રમાણમાં વધારો થતાં લોકોને બફારાનો સામનો કરવો પડશે. ગત વર્ષે પણ સાતમ-આઠમના તહેવારો બાદ લખપત અને અબડાસા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *