હાથરસ: 122ના મોતથી હાહાકાર! જ્યાં જુઓ ત્યાં મૃતદેહો
યુપીના હાથરસમાં સત્સંગમાં થયેલ નાસભાગમાં 122 લોકોના મોતના અહેવાલ છે. હોસ્પિટલની બહાર ઘણા મૃતદેહો જોવા મળી રહ્યા છે. 150 લોકો ઘાયલ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 50-60 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 100ને વટાવી ગયો છે. CM યોગીએ આ અકસ્માત અંગે તપાસ સમિતિની રચના કરી છે. તપાસ ટીમ હાથરસ જવા રવાના થઈ છે.