હવામાન આગામી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે. જેમાં આજે હવામાનના જણાવ્યા મુજબ અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ત્યારે વર્ષના અંતે વધતી જતી ઠંડીને લઇ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પંજાબ અને હરિયાણામાં ફંકાયેલ પવનના કારણે કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે. જેમાં કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે. જ્યારે રાજકોટ અને જૂનાગઢના ભાગોમાં તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે. ત્યારે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે.