હજુ પાંચ દિવસ વરસાદની સંભાવના નહિવત્, અમદાવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વઘુ તાપમાન
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે અને 36.3 ડિગ્રી સાથે સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વઘુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ આગામી બે દિવસ અમદાવાદનું તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે.
ડીસામાં સૌથી વઘુ 36.4 ડિગ્રી : રાજકોટ, ભુજ, વડોદરા, ગાંધીનગરમાં પણ 35 ડિગ્રીથી વઘુ ગરમી
મંગળવારે રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં 36.4, રાજકોટમાં 36, ભુજમાં 35.7, વડોદરામાં 35.4, ગાંધીનગરમાં 35.2, ભાવનગરમાં 33.8, સુરતમાં 33.2, વલસાડમાં 31.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.