સુરતનાં હજીરાની AMNS કંપનીમાં આગ લાગી છે. ત્યારે આગમાં ચાર કર્મચારીઓનાં મોત નિપજ્યા છે.
સુરતનાં હરજીના AMNS કંપનીમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. આગમાં ચાર કર્મચારીઓનાં મોત નિપજ્યાનાં પણ સમાચાર મળી રહ્યા છે. કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હતી. પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. આગ લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. આગનાં કારણે કર્મચારીઓ લીફ્ટમાં ફસાયા હતા.
ત્યારે અમુક કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. ત્યારે દાઝેલા કર્મચારીઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ આગનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં દોડઘામ મચી જવા પામી હતી.
AMNS કંપનીએ આગનું કારણ જાણવા તપાસ હાથ ધરી
AMNS કંપનીમાં આગની દુર્ઘટના અંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત આજે(મંગળવારે) સાંજે 6:00 વાગ્યાની આસપાસ શટડાઉન પછી યુનિટના પુનઃપ્રારંભ દરમિયાન થયો હતો. નજીકની લિફ્ટ (લિફ્ટ) પર જાળવણી કરી રહેલા ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો અસરમાં ફસાઈ ગયા હતા અને તેઓ બચી શક્યા ન હતા. એક કામદારને થોડી ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે સાજો થઈ રહ્યો છે. અમે અસરગ્રસ્ત જવાનોના પરિવારોને તમામ મદદ આપી રહ્યા છીએ. તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. અમે જમીન પર સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે.જ્યારે વધુ વિગતોની ખાતરી કરવામાં આવશે ત્યારે અમે અપડેટ્સ શેર કરીશું.
મૃતકોના નામ
ધવલકુમાર નરેશભાઈ પટેલ
ગણેશ સુરેશભાઈ પટેલ
જીજ્ઞેશ દિલીપભાઈ પારેખ
સંદિપ પટેલ