સુરતના બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓમાંથી એક આરોપી શિવ શંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાનું પોલીસ કસ્ટડીમાં જ મોત થયું છે
સુરતના માંગરોળના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં બે આરોપીને પોલીસે દબોચી પણ લીધા હતા. ત્યારે જે પકડાયેલા 2 આરોપીઓમાંથી એક આરોપીઓનું પોલીસ કસ્ટડીમાં જ મોત થયું છે.
અત્રે જણાવીએ કે, પકડાયેલો આરોપી શિવ શંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાનું મોત થયું છે. શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને જેને ત્યાં વેન્ટિલેટર પર રખાયો હતો. જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન
માંડવી ગેંગરેપ મુદ્દે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિગતો આપતા જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબરે બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. એક બિનવારસી મોટરસાયકલ મળી આવી હતી જેની તપાસ કરવામાં આવી છે. બાઇકની વર્ષ 2005માં નોંધણી થયેલી હતી જેનું અનેક વખત વેચાણ કરવામાં આવ્યું હતું. આખરે પોલીસ મૂળ વ્યક્તિ સુધી પહોંચતાં તે ભાગી જાય તેવી આશંકા હતી. વધુમાં કહ્યું કે, પોલીસે રેલવે, બસ ડેપો સહિતના સ્થળોએ વોચ ગોઠવી 2 આરોપીઓને ઝડપ્યા હતાં. એક આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું જેને ઇજા થઇ નથી. બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે જ્યારે ત્રીજો આરોપી ફરાર છે