સુરતમાં મોટી દુર્ઘટના ટળી, સીડી પ્લેન સાથે અથડાઇ
સુરત એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. દિલ્હીથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સાથે પેસેન્જરોને ઉતારવામાં વપરાતી સીડીની ટક્કર થઇ છે. જેના કારણે વિમાનને પાંખના ભાગે નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી સુરત આવેલું વિમાન ત્યાંથી બેંગલોર જવાનું હતું. એરપોર્ટ પર ઊભેલા વિમાનની પાંખ સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાઇ હતી. તે સમયે 46 મુસાફરો પ્લેનમાં હતા.