સુરતમાં પાંચ ઇંચ વરસાદ ચારે કોર પાણી ભરાયા
સુરત માં ગત રાતથી વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરુ થયો છે.