
સુદાનમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 20 લોકોના મોત
દક્ષિણ સુદાનના યુનિટી સ્ટેટમાં એક વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. માહિતી અનુસાર, તે એક નાનું વિમાન હતું જેમાં બે પાઇલટ સહિત 21 લોકો સવાર હતા.વિમાન રાજધાની જુબા તરફ ઉડાન ભરી રહ્યું હતું. આ સમય દરમિયાન, અકસ્માત થયો. મૃતકોમાં બે ચીની અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. આ ઘટનાનું કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.હાલમાં આની તપાસ ચાલી રહી છે.