સીંગતેલનો રેકોર્ડબ્રેક ભાવ, 30 વધારો થતાં ડબ્બો 3100એ પહોંચ્યો

સિંગતેલનાં ભાવમાં 5 દિવસમાં રૂા. 50 થી લઈ 130 નો વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. આજે ફરી સીંગતેલનાં ભાવમાં રૂપિયા 30 નો વધારો થતા હવે સીંગતેલનાં ડબ્બાનો ભાવ 3100 રૂપિયા પહોંચવા પામ્યો છે.

આ વખતે વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી સિંગતેલનાં ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે ફરી સીંગતેલનાં ડબ્બામાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો સૌરાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો છે. તેમજ મગફળીનાં ભાવ ઊંચા બોલાતા સીંગતેલનાં ભાવમાં વધારો થયો હતો. સીંગતેલે ડબ્બે 3000 થી 3100 ને પાર થયો હતો.

સીંગતેલમાં હજુ પણ ભાવ વધારો થઈ શકવાની સંભાવનાઃ કિશોરભાઈ વિરડીયા

આ બાબતે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિયેશનનાં કિશોરભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે, આખો ઓગસ્ટ મહિનો વરસાદ પડ્યો નથી. અને મગફળી પાકને આપણે જે રામમોલ તરીકે વાવેતર કરીએ છીએ. જ્યાં પાણી ન પહોંચતું હોય ત્યાં આપણે મગફળી વધારે પડતી વાવીએ છીએ. એટલે અત્યારે તો સાવ સુકારો આવી ગયો છે. અને એમ જ માણસો કાઢી લે છે. તેમજ ગત વર્ષ કરતા આ વખતે સરકારી આંકડા મુજબ લગભગ 75000 હજાર મેટ્રીકનું વાવેતર ઓછું થયું છે. એટલે ખાસ કરીને પાક જ નથી. જે ખેતરાઉ જમીન છે તેમાં તો પાક છે જ નહી. એટલે મગફળીની આવક નથી. તેમજ બીજા નંબરમાં વરસાદ નથી. અને વરસાદ ખેંચાવાનાં કારણે મગફળીનાં ભાવમાં વધારો થયો છે.

નવરાત્રી બાદ સિંગતેલનાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા

મળતી માહિતી મુજબ સિંગતેલનાં નવા ડબ્બાનો ભાવ 30 રૂપિયાનાં વધારા સાથે 3050 થી 3100 થયો હતો. ત્યારે ગત મહિને ડબ્બે 3100 નો વધારો થયા બાદ આશરે 150 રૂપિયાનો ઘટાડો થયો હતો. જે બાદ ભાવ ઘટવાની જગ્યાએ ફરી વધતા ગૃહિણીઓનાં બજેટ પર અસર થવા પામી હતી. હવે નવરાત્રી બાદ ભાવમાં ઘટાડો થવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *