લોકસભા ચૂંટણીને લઈ ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ હાલ મેગા રોડ શૉ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ પહેલા આજે તેઓ લોકસભા મત વિસ્તારમાં મેગા રોડ શૉ કરી રહ્યા છે. આજે સવારે સાણંદથી તેમનો આ રોડ શૉ શરૂ થયો છે. આ સાથે કલોલ સહિતના વિસ્તારોમાં રોડ શૉ બાદ સાંજે વેજલપુરમાં જાહેરસભાનું પણ આયોજન કરાયું છે.
ગાંધીનગરના ‘રણ’માં અમિત શાહનો મેગા શૉ
અજયરથના સારથી અને ગાંધીનગરના સાંસદઆ અમિત શાહનો રોડ શૉ શરૂ થયો છે. જનતાના આંગણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. આજે સાણંદથી વેજલપુર સુધી ઘર ઘર અમિત શાહ પહોંચી રહ્યા છે. ગાંધીનગરના ગઢમાં અમિત શાહ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. અમિત શાહના રોડ શૉ અને મેગા રેલીને લઈ ગાંધીનગર લોકસભામાં 20 સ્ટેજ, વિકાસની થીમ અને સંગીતના તાલે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કલોલમાં અમિત શાહના રોડ શૉને લઈ આખરી તૈયારીઓ
ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કલોલમાં પણ રોડ શૉને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલોલમાં અમિત શાહના રોડ શૉને લઈ આખરી તૈયારીઓ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અમિત શાહને આવકારવા પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે અમિત શાહના રોડ શૉમાં ઠેર ઠેર તેમનું સ્વાગત થશે. અમિત શાહના રોડ શૉને લઈ માર્ગો પર સ્થાનિકો ઉમટ્યા છે. આ સાથે વિવિધ વેશભૂષામાં નૃત્ય સાથે અમિત શાહને આવકારવા તૈયાર છે.
અમિત શાહના સ્વાગત માટે ભાજપના કાર્યકરો સજ્જ
કેન્દ્રીય મંત્રી અમિત શાહના રોડ શૉને લઈ કલોલ જવાના રસ્તાને ભગવા કલરથી શણગારાયો છે. પાર્ટીની થીમ પર લોકો વેશભૂષામાં તૈયાર થઇ જોડાયા છે. આ સાથે સ્થળ પર હાજર કાર્યકર્તાઓએ કલોલ અને દેશના વિકાસની વાત કરી રહ્યા છે. આ સાથે ફરી ભાજપની સરકાર બનવાનો કાર્યકર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમિત શાહના પુત્ર જય શાહ પણ પહોંચ્યા સાણંદ
ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શૉને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તરફ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના રોડ શૉને લઈ તેમનાના પુત્ર જય શાહ સાણંદ પહોંચ્યા છે. સાણંદમાં જય શાહે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે રોડ શૉ અંગે નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી તો પ્રદિપસિંહ વાઘેલાએ પણ નેતાઓ સાથે ચર્ચા કરી છે.
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન યોજાનાર છે. આજે વિજય શંખનાદ સાથે અમિત શાહ 14 કિલોમીટરનો ભવ્ય રોડ-શૉ કરશે. આ અંતર્ગત બુથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચાર કરવામાં આવશે. વિગતો મુજબ સાણંદથી કલોલ સુધી બપોર પહેલાં રોડ-શૉ નું આયોજન છે તો બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ-શૉ શરૂ થશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ-શૉના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધન કરશે.