સતત 58 મી અઠ્ઠાઈ તપ નિર્વિઘ્ને સંપન્ન કરતા માંડવીના જૈન અગ્રણી કિરણભાઈ સંઘવી કિરણભાઈ 58 વર્ષથી દર વર્ષે પર્યુષણમાં આઠ ઉપવાસ કરે છે.
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા “જન કલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના પ્રમુખશ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીએ 58મી અઠ્ઠાઈ તપ (આઠ ઉપવાસ)ની આરાધના નિર્વિઘ્ને સંપન્ન કરેલ છે.
આજે તા. 20/09 ને બુધવારના જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કિરણભાઈ સંઘવીને પારણું કરાવી, સાત્યા પૂછી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા 58 વર્ષથી કિરણભાઈ સંઘવી દર વર્ષે પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઇતપ (આઠ ઉપવાસ)ની આરાધના કરતા હોવાનું સંસ્થાના મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું
હતું.