શ્રી લુહાર સમાજ માંડવી દ્વારા શસ્ત્ર પૂજન , અભિષેક , હવન અને મહાપ્રસાદ થી વિશ્વકર્મા જયેંતી ભવ્ય ધામ ધુમ થી ઉજવાઈ
દરિયાઈ શહેર માંડવી મધ્યે તા – 22/02/2024 નાં સૃષ્ટિ નાં સર્જક ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા ની જન્મ જયેંતી ઉત્સાહ સાથે ધામધૂમ થી ઉજવવામાં આવી . શ્રી લુહાર સમાજ નાં પ્રમુખ શ્રી અજયભાઈ આસોડિયા જણાવ્યું કે વિશ્વકર્મા જયેંતી નાં દિવસે સવારે 7-00 વાગ્યા થી જ વિશ્વકર્મા દાદા ની ભાવ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ વિધાન સાથે ભૂદેવો દ્વારા કરવા માં આવી જેમાં દાદા ભવ્ય અભિષેક કરવા માં આવ્યો . મૂર્તિ નાં યજમાન ઓધવજી ભાઈ નાનજી ભાઈ મારું , સ્વ ઈશ્વરલાલ ભાઈલાલ મારું અને રમેશભાઈ ભાઈલાલ મારું થયા હતા.
વિશ્વકર્મા જયેંતિ નાં મુખ્ય યજમાન માંડવી નિવાસી શ્રી પ્રણવભાઈ કનુભાઈ પંચાલ (મંત્રી ) થયા હતા જેમના દ્વારા સર્વે જ્ઞાતિજનો ને હાથિયાર પૂજન નો લાહવો સાથો સાથ હવન માં આહુતિઓ અને મહાપ્રસાદ આપવા માં આવ્યો હતો , સમગ્ર કાર્યક્રમ માં શાસ્ત્રી હરેન્દ્ર મહારાજ દ્વારા વિધિ વિધાન થી પૂજન સાથો સાથ ભવાની મહિલા મંડળ ,યુવક મંડળ અને લુહાર સમાજ ના ભાઈઓ હિતેશભાઇ , ભાવેશ ભાઈ , સક્રિય ભાગ ભજવ્યો હતો .
શ્રી રામ મંદિર ભવાની મંદિર નાં પૂજારી પરેશભાઈ બાપટ અને પારુલ બેન બાપટ નું લુહાર સમાજ દ્વારા સ્વાગત સન્માન કરવા માં આવ્યું.
શ્રી લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી રામ મંદિર ભવાની મંદિર નાં ટ્રસ્ટી શ્રી અજયભાઈ આસોડિયા , નિર્મલકુમાર આસોડિયા , પરેશભાઈ પઢારિયા અને તેજસભાઇ મારું ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી . વિશ્વકર્મા જયેંતિ નાં કાર્યક્રમ નું સંચાલન પિયુષભાઈ પંચાલ અને નિર્મલ ભાઈ આસોડીયા એ કર્યું હતું.