શ્રી ભાનુશાલી મહાજન માંડવી દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની ભવ્ય ઉજવણી કરાઈ
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતીઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભાનુશાલી મહાજન માંડવી શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ શ્રી કલ્યાણજી શિવજી ભાનુશાલી દ્વારા ટ્રસ્ટ શ્રી ભાનુશાલી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળ માંડવી દ્વારા માંડવી મધ્યે ઉમંગ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી
ક્રાંતિ ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ના જન્મ સ્થળે જય શ્રી રામના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી ઉત્સવની ઉજવણી નું શુભ આરંભ કરાયું હતું
માંડવી ભાનુશાલી સમાજ વાડી વિઠ્ઠલવાડી થી શ્રીરામના નારા સાથે ભાઈઓ બહેનો અને વેશભૂષા થી સજ્જ નાના બાળકોની સુદંર શોભાયાત્રા યોજાઈ હતી જેમાં શણગારોમાં રામરથ અને બેન્ડ પાર્ટી સાથે ભગવા ધારી સનાતની ભાઈઓ બહેનો અને વેશભૂષાધારી બાળકો એ નિયત કરેલા રથયાત્રાના રૂટ મુજબ મહિલા બાગ ,ગૌરવ પથ ,ટાગોરંગ ભવન થી ભાનુશાલીઓના આસ્થાના પ્રતિક એવા પ્રાચીન ભાનુશાલી કલ્યાણજી શિવજી દ્વારા કલવાણ રોડ સુધી આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી
સાંજના સમયે દ્વારા મધ્યે મહા આરતી સાંસ્કૃતિક પ્રોગ્રામ ઓધવરામ રાસ આતિશબાજી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાનુશાલી જ્ઞાતિજનો ઉપસ્થિત રહી શ્રીરામને ભજ્યા હતા