શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને ભૂમિબેન દોશી – હિલીકભાઈ દોશી અને ઉન્નતીબેન ગાંધીએ માંડવી જૈન સમાજનું ગૌરવ વધાર્યું.
28મી જાન્યુઆરીના માટુંગા – મુંબઈમાં યોજનારા શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા-પાખાડી ત્રણે તેજસ્વી તારલાઓનું સન્માન કરશે.
શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને માંડવીના ભૂમિબેન જૈમીનભાઇ દોશી પી.એચ.ડી. (PHD) માં, શ્રી હીલિકભાઈ વિજયભાઈ દોશી માસ્ટર આર્કિટેક્ટમાં અને કુમારી ઉન્નતીબેન મિતેશભાઇ ગાંધી બેચલર આર્કિટેકટમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારેલ છે.
28મી જાન્યુઆરી 2024 ના રોજ માટુંગા-મુંબઈમાં યોજાનારા શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) આ ત્રણે તેજસ્વી તારલાઓનું સન્માન કરનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીના પુત્રવધુ શ્રીમતી ભૂમિબેન જૈમીનભાઇ દોશી એ કચ્છની કંપનીઓની સામાજિક કાર્યોની પર્યાપ્તતા અને એની અસરકારકતા વિષય ઉપર 400 થી વધારે પાનાનું શોધ નિબંધ રિસર્ચ પેપર તૈયાર કરીને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવેલ છે. માંડવીની સુરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે સેવા આપતા શ્રીમતી ભૂમિબેન જૈમીનભાઈ દોશી માંડવીના સમસ્ત જૈન સમાજની મહિલાઓમાં સૌપ્રથમ પી.એચ.ડી.થયા છે.
માંડવીના પૂર્વ નગરપતિ સ્વ. વસંતભાઈ દોશીના ભત્રીજા શ્રી હિલિકભાઈ વિજયભાઈ દોશી વિશ્વવિખ્યાત CEPT યુનિવર્સિટી અમદાવાદ દ્વારા માસ્ટર ઓફ આર્કિટેક્ચર(M.ARCH) ની ડીગ્રી મેળવેલ છે.ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવા બદલ ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. B. ARCH ના ગોલ્ડ મેડલ ની સાથે સાથે નિરમા યુનિવર્સિટીના પાંચ વર્ષના કોર્સ દરમિયાન દરેક દરેક વર્ષના ડિઝાઇન એવોર્ડ સાથે કુલ છ એવોર્ડ પણ હિલિકભાઇ દોશીએ મેળવેલ છે.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ની દોહિત્રી તેમજ વાગડ બે ચોવીસી જૈન સમાજ મહિલા પાંખના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેતલબેન મિતેશભાઈ ગાંધીની સુપુત્રી કુમારી ઉન્નતીબેન મિતેશભાઇ ગાંધી બેચલર આર્કિટેક્ટ ની ડીગ્રી સારા માર્કસ થી મેળવેલ છે. ઉન્નતિબેન ગાંધી નું 12 સાયન્સમાં સારા માર્કસ મેળવવા બદલ ભારત ભરમાં પ્રથમ આવવા બદલ શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા(પાખાડી) એ મુંબઈમાં અગાઉ પણ સન્માન થયું હતું.
આ ત્રણેય તેજસ્વી તારલાઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે