માંડવી શહેરની ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી શ્રી ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માંડવી-મુન્દ્રાના લોકલાડીલા ધારાસભ્ય માનનીયશ્રી અનિરુદ્ધભાઈ દવે તથા માંડવી નગર સેવા સદનના કાઉન્સિલરોમાં શ્રી ગીતાબેન ગોર, શ્રી પારસભાઈ સંઘવી, શ્રી મરીયમબેન રોહા, શ્રી કાદરભાઈ ઉઠાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા તથા લાયઝન ઓફિસર શ્રી ખૂશ્બુબેન બાવરીયા, દાતા શ્રી દિલીપભાઈ જૈન, મુસ્લિમ મિંયાણા સમાજના પ્રમુખશ્રી છુછીયા હાજી ફકીર મોહમ્મદ ઈસ્માઈલ, જાણીતા એડવોકેટ દીપકભાઈ સોની, શાળાના પૂર્વ આચાર્ય હીરાલાલભાઈ ગોહિલ, શિક્ષણવિદ્ જીતેન્દ્રભાઈ સોની, શાળાના પૂર્વ આચાર્ય દત્તાબેન શાહ, શાળાના પૂર્વ શિક્ષિકા જયાલક્ષ્મીબેન કષ્ટાવાલા, એસ.એમ.સી. અધ્યક્ષા માસુમાબેન પંજાબી, એસએમસીના સભ્યશ્રીઓ, મુસ્લિમ મિંયાણા સમાજના આગેવાનોમાં બસીરભાઈ કીચા, અસલમભાઈ વગેરે, વાલીગણ, શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં. સૌપ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મુખ્ય મહેમાન તથા સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ના બાળકોને મહેમાનોના હસ્તે કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકાના તમામ બાળકોને સ્કુલ બેગ અને શૈક્ષણિક કીટ તથા CET પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરે આવેલ છુછીયા અરમાન સલીમ, બુખારી માહીનૂર મામદસિધિક, મંધરા શીરીનબાનું ઈસ્માઈલ ત્રણેય વિદ્યાર્થીઓને ₹5000/-ના ચેક અર્પણ મુખ્ય દાતા માતુશ્રી જયાદેવી મૂળશંકર ચેરીટેબલ ટ્રસ્ટ યુએસએ દ્વારા હસ્તે શૈલેન્દ્રભાઈ જોશી તરફથી વિતરણ કરવામાં આવ્યું હતું. CET પરીક્ષામાં મેરીટમાં આવેલ છુછીયા અરમાન સલીમને શાળા તરફથી મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ધોરણ ૩ થી ૮માં પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને સ્વ. સુશીલાબેન અને સ્વ. વિમળાબેનના સ્મરણાર્થે હસ્તે દિલીપભાઈ જૈન તરફથી ઈનામ આપવામાં આવ્યાં હતાં. બાલવાટિકા થી ધોરણ ૮માં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓને મુસ્લિમ મિંયાણા સમાજ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. દાતાશ્રીઓનો શાળા દ્વારા સાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના સફાઈ કામદાર કાજલબેન પરમારનું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ સાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. સદર કાર્યક્રમમાં બાળકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યાં હતાં. શાળાના પૂર્વ આચાર્યો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રોકડ ઈનામથી પ્રોત્સાહિત કરાયા હતા. શાળા પરિસરમાં મહેમાનોના હસ્તે સરગવાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાળામાં રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક સાહિત્ય સ્ટોલનું પ્રદર્શન મહાનુભવોએ નિહાળ્યું હતું. ધારાસભ્યશ્રી દ્વારા મિટિંગમાં એસ.એમ.સી. સભ્યો, વાલીગણ તથા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમગ્ર સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની ઉમેહબીબા ઘાંચી તથા શાળાના શિક્ષિકા લીનાબેન બ્રહ્મક્ષત્રિયે કર્યું હતું. શાળાના શિક્ષિકા ઉષાબેન સોલંકીએ આભારવિધિ કરી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો મનિષાબેન ડાભી, વિમલભાઈ રામાનુજ, નફીસાબેન ખત્રી, પ્રવિણાબેન પટેલ વગેરે સહભાગી થયા હતાં.