
ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાને લોકસભાની ટીકિટ અપાઈ છે ત્યારથી કચ્છ મોરબી માં વિનોદભાઈ સતત પ્રવાસો કરી રહ્યા છે.
આજરોજ તારીખ ૭ માર્ચ ના ભચાઉ ખાતે આવેલ પાન્ડસર જાગીર મધ્યે પૂજ્ય ગરીબદાસજી મહારાજના દર્શન કર્યા હતા ત્યારબાદ ભચાઉ તાલુકા ભાજપ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.દરમિયાન ભરૂડિયા એકલધામ મંદિરે માતાજીના દર્શન કરી એકલધામ મહંત પૂ.શ્રી દેવનાથ બાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.ત્યારબાદ રાપર તાલુકાના સુવઇ ગામે ગ્રામજનો અને આગેવાનો દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનો ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યો હતો.ત્યારબાદ વિનોદભાઈ ચાવડા નો પ્રવાસ રાપર તાલુકાના રવ ગામ માં આવેલ શ્રી રવેચી માતાજીના મંદિરે પહોંચ્યો હતો જ્યાં વિનોદભાઈ ચાવડા એ માં રવેચીના દર્શન કર્યા હતા.
માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે રાપર અને રાપર શહેર તાલુકા ભાજપ પરિવારના સૌ આગેવાનો,સ્નેહીજનો કાર્યકરો તથા મિત્રો સાથે મુલાકાત કરી હતી અને તેમની લાગણી અને શુભેચ્છાઓ ને સ્વીકારી ઉપસ્થિત સૌનો વિનોદભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર, રાપર મધ્યે સંત શ્રી ત્રિકમસાહેબ સમાધિના દર્શન કર્યા હતા.ચિત્રોડ મધ્યે આવેલ સંત શ્રી ત્રિકમસાહેબની પવિત્ર ભૂમિ માં દર્શન કરી પૂજ્ય સંત તથા ગાદીપતિ શ્રી આત્મહન્સ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા.ત્યારબાદ આજના કચ્છ પ્રવાસના અંતમા મોમાયમોરા મધ્યે આવે માં મોમાયના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
વિનોદભાઈ નો પ્રવાસ મોરબી મતવિસ્વર માં પ્રવાસે નીકળ્યો હતો જ્યાં મોરબી – માળિયા વિધાનસભા ભાજપના યુવા મોરચા દ્વારા ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવા માં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મોરબી વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સાથે જિલ્લાના સૌ હોદેદારો,મોરબી – માળિયા ભાજપ યુવા મોરચાના સૌ કાર્યકર મિત્રો, જિલ્લા તાલુકા શહેરના વિવિધ મંડળના સૌ હોદેદારો અને બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા.