વન મહોત્સવ – ગ્રીન સિટી ગાંધીનગર જિલ્લામાં વર્ષમાં વન વિભાગે ૨૮ લાખ રોપાઓનું વિતરણ કર્યું.

ગાંધીનગર જિલ્લાના ૭૩મા વન મહોત્સવની ઉજવણી આજે પ્રેક્ષાભારતી, કોબા ખાતે કરવામાં આવી હતી. ૭૩ વન મહોત્સવને મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૭૩મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૨૮ લાખથી વઘુ રોપાઓનો ઉછેર કરીને વિતરણ કરવામાં આવ્યા છે. 

 વન મહોત્સવને ખુલ્લો મુકતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના સ્થાપના એટલે કે ૧૯૬૦થી રાજય સ્તરીય વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી. પરંતુ આ પરંપરાને દેશના વડાપ્રઘાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ- ૨૦૦૪થી બદલી છે, તેમજ રાજયના અનેક સ્થળો ખાતે સાંસકૃતિક વનોનું નિર્માણ કરવાનો આરંભ કર્યો હતો. ગાંધીનગરનું પુનિત વન સાંસ્કૃતિક વન બનાવવાનો આરંભ થયો હતો. 

તેમણે ઉમેર્યું હતું કે, સામાજિક વનીકરણ ક્ષેત્રે રાજયે હરણ ફાળ ભરી છે. તેમજ રાજયના ખેડૂતો ખેતી સાથે વૃક્ષોના વાવેતર થકી આર્થિક લાભ મેળવતા થયા છે. સરકાર દ્વારા ખેડૂતો વૃક્ષોની ખેતી કરતા થાય તે માટે સરકાર વર્ષ- ૨૦૧૫માં ૮૬ પ્રકારના વૃક્ષોની કાપણી તથા ઉપજને વાહતુક માટે લેવી પડતી મંજુરીમાં મુક્તિ આપી છે. આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ દ્વારા ખેડૂતોની જમીનમાં વૃક્ષ વાવેતર માટે રોપા વાવેતર સુઘીની તમામ કામગીરી કરી આપવામાં આવે છે. 

 છોડમાં રણછોડની શ્રઘ્ઘા ઘરાવતી આપણી ભારતીય સંસ્કૃતિ છે, તેવું કહી ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, આપણા સંસ્કૃતિ પ્રકૃતિ સાથે ઘાટ રીતે સંકાળાયેલ છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. તેમજ તમામ નાગરિકોને પોતાના જન્મ દિવસ, લગ્ન દિવસ અને જીવનની નાની નાની ખુશીમાં વૃક્ષની વાવણી કરવા માટે હાંકલ કરી હતી. તેમજ વૃક્ષોમાં જીવનમાં શું મહત્વ છે, તેની પણ રસપ્રદ વાત પોતાની શૈલીમાં કરી હતી. 

 ગાંધીનગરના નાયબ વન સંરક્ષક શ્રી ર્ડા. ચંદ્રેશકુમાર શાનદ્રેએ જણાવ્યું હતું કે, દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વઘારો થાય તેવા ઉમદા હેતસુર ગુજરાતના પનોતા પુત્ર સ્વ. કનૈયાલાલ મુનશીએ વર્ષ- ૧૯૫૦માં દેશભરમાં અનોખા લોકોત્સવ વન મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *