વંદેભારત સ્લીપર ક્લાસ ટ્રેનની ટ્રાયલ આગામી બે મહિનામાં શરૂ થશે
રેલવે વિભાગ આગામી સમયમાં બે નવી ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે. આગામી 15મી ઓગસ્ટે દેશમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેન રાજધાની એક્સપ્રેસ કરતા પણ વધારે સારી અને સુવિધાજનક હશે. ટ્રાયલ સફળતા બાદ વંદે ભારત સ્લીપરને રેલવે પાટા પર દોડતી કરાશે. ટ્રેનમાં 16 કૉચ હશે. 11 AC થ્રી ટિયર, 4 AC ટૂ ટિયર તેમજ 1 એસી ફર્સ્ટ ક્લાસ કૉચ હશે. કુલ 823 મુસાફરોની ક્ષમતા હશે.