લાખો બાળકોને આપવામાં આવશે પોલિયોની રસી
ગુજરાત સરકારના આ હેલ્થ મિશનમાં જોડાશે રાજયના લાખો આરોગ્ય કર્મચારીઓ. આ કર્મચારીઓ ગુજરાતમાં લાખો બાળકોને પોલિયોથી બચાવવા માટે રસી આપશે. રાજયના આશરે 1.34 લાખ આરોગ્ય કર્મીઓ 33,500 બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે. 24 અને 25 જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે.