રેડિયન્ટ સ્કૂલની વિદ્યાર્થીની ધ્યાનીનું કલેકટર દ્વારા સન્માન કરાયું

રેડિયન્ટ સ્કૂલની વિદ્યાર્થીની ધ્યાનીનું કલેકટર દ્વારા સન્માન કરાયું

ગાંધીનગર : તા. ૧૬ રેડિયન્ટ સ્કલૂ ઓફ સાયન્સ, સરગાસણમાં ધોરણ-૭ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ધ્યાની તેજસ ભટ્ટ નામની તેજસ્વી વિદ્યાર્થિનીને જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના ક્લેક્ટર અને મેજીસ્ટ્રેટ શ્રી મેહુલ દવેના વરદ્દહસ્તે પ્રશસ્તીપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ધ્યાનીએ ડૉ. અનિલભાઈ પટેલ, નિસર્ગ સ્યાન્સની ટીમ તેમજ રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સના વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ બાળવૈજ્ઞાનિક તરીકે લવારપુર, ગાંધીનગરના તળાવ પર ‘માનવીય હસ્તક્ષેપના કારણે લવારપુર તળાવની ઈકો સિસ્ટમ થયેલ અસરનો અભ્યાસ’ વિષય પર એક રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરેલ, જે નેશનલ કક્ષાએ પસંદગી પામેલ છે. ઓગસ્ટ-૨૦૨૪ માસના છેલ્લા સપ્તાહમાં ભોપાલ ખાતે નેશનલ કક્ષાની સ્પર્ધા માટે ધ્યાની ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી પોતાનો આ પ્રોજેક્ટ રજૂ કરશે. ગાંધીનગર જિલ્લા અને ગુજરાત રાજ્યની આવી ઉત્કૃષ્ઠ સિદ્ધિ બદલ આ વર્ષે કલોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમમાં ધ્યાનીને ક્લેક્ટર શ્રી મેહુલ દવેના વરદ્દહસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

રેડિયન્ટ સ્કૂલ મેનેજમેન્ટે ધ્યાની તેમજ તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને નેશનલ કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *