રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર પુજારીનું નિધન
અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર કરનાર પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે. તેમણે પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તેમણે 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કર્યું અને પૂજા કરાવી હતી. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતની તબિયત આજે સવારે અચાનક લથડી હતી. જેના થોડા સમય બાદ તેમનું અવસાન થયું. લક્ષ્મીકાંતના નિધનથી કાશીમાં શોકની લહેર છે.