રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સંત સુરદાસ યોજના વિશે જાણીએ
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સંત સુરદાસ યોજના વિશે જાણીએ
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગાંધીનગર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાંની એક છે સંત સુરદાસ યોજના.. આજે આપણે આ યોજનાની માહિતી મેળવીશું..
આ યોજના હેઠળ કોને લાભ મળવાપાત્ર છે ??
(૧) અરજદારની ઉંમર ૧૮ થી નીચેના વર્ષ વય જૂથની હોવી જોઈએ (૨) તેઓ ૮૦% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ (૩) ગ્રામ્ય વિસ્તારમાં ૦ થી ૨૦ અંકનો બી.પી.એલ. નો દાખલો અને શહેરી વિસ્તાર માટે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. યાદી મ્યુનિસિપાલિટી કે નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ હોય તેમજ સુવર્ણ જયંતિકાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે (૪) અરજદારની પાસે રાજ્ય સરકારશ્રી તરફથી આપવામાં આવતું દિવ્યાંગ ઓળખકાર્ડ હોવું જોઈએ.
આ યોજના હેઠળ ક્યા કયા લાભ મળી શકે ??
(૧) ૧૮ વર્ષથી નીચેના દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂા. ૧૦૦૦/- (DBT દ્વારા) સહાય આપવામાં આવશે. (૨) લાભાર્થીઓને સહાયની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. અરજી પત્રક સાથે ક્યા ક્યા પુરાવા જોડવાના રહેશે ? (૧) ૮૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવું ડૉક્ટરનું સર્ટીફિકેટ (૨) ગ્રામ્ય વિસ્તારમાં ૦ થી ૨૦ અંકનો બી.પી.એલ.નો દાખલો અને શહેરી વિસ્તારમાં બી.પી.એલ. સુવર્ણજયંતિનો દાખલો. (૩) બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ કે રદ થયેલ ચેક (રાષ્ટ્રીયકૃત બેંક) (૪) આધાર કાર્ડની નકલ અને રેશન કાર્ડની નકલ (૫) ઉંમરનો આધાર જેમ કે જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૬) ૨ નંગ પાસપોર્ટ સાઈઝના ફોટોઝ (૭) દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ.
આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકના જનસેવા કેન્દ્ર, જિલ્લા કલેકટર કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સંપર્ક સાધી શકાશે.
#yojana #upsc #rojgar #scheme #currentaffairs #yojimbo #ias #upscprelims #india #gpsctaiyari #narendramodi #yojna #talatiexam #gujaratbharti #sarkariyojana #binsachivalayclerk #talati #eduupdatedaily #competitiveexam #gpscexam #ahmedabad #currentaffairsdaily #gujarathistory #jobs #binsachivalay #gujrati #upscaspirants #gpsccurrent #gpscqueation #surat