રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 6 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે. તમામ ભાગીદારો સામે ફરિયાદ નોંધાઇ છે. તમામ આરોપી સામે હત્યા,ગુનાહિત કાવતરૂ સહિત બેદરકારીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ધવલ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો અને NOC વિના ગેમઝોન ચલાવી રહ્યાં હતા. માનવ જીવનને જોખમમાં નાખી ગેમઝોન ચલાવી રહ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તપાસમાં ખુલે તેવા તમામ વિરુદ્ધ ફરિયાદ થઇ છે.


#GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #cknews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *