અગ્નિકાંડના સા’ગઠિયા’નો ‘ખજાનો’ ખુલ્યો
રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવ્યું. જેમાં 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરાઈ હતી.