લોકસભા ચુંટણીમાં ભવ્ય લીડ અપાવવા બદલ મોરબી વિધાનસભા ભા.જ.પા પરિવારનો કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ આભાર વ્યક્ત કર્યો….
લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા આજે તા.૧૩-૦૬-૨૦૨૪, ગુરુવારના પ્રવાસ દરમ્યાન મોરબી વિધાનસભાના મતવિસ્તારની મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય સાથે વધુ લીડ અપાવવા બદલ સર્વે મતદાતાઓ, ચુંટણીમાં સખત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ કાર્યકર મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રવાસ દરમ્યાન મોરબી જીલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી રણછોડભાઇ દલવાડી, મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, પાર્ટી આગેવાનશ્રીઓ, જીલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..