મોરબીના 21 અને પોરબંદરના 19 ગામ એલર્ટ પર
મોરબીના મચ્છુ 3 ડેમનો દરવાજો વધુ એક ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી કુલ બે ફૂટ દરવાજો ખુલ્યો છે. જેના કારણે મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે. તો આ તરફ પોરબંદરમાં મૂશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ધોરાજીનો ભાદર ડેમ ઓવરફ્લો થતા ઘેડ પંથકના 19 જેટલા ગામડાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.