મોદી MODI 3.0: અમેરિકાના 22 શહેરોમાં શપથ ગ્રહણની ઉજવણી
નરેન્દ્ર મોદીના MODI શપથ ગ્રહણને લઈને દેશ-વિદેશમાં લોકો ઉત્સાહિત છે. અમેરિકાના 22 શહેરોમાં શપથ ગ્રહણની ઉજવણી થશે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP-USAના પ્રમુખ અડાપા પ્રસાદે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક, જર્સી સિટી, વોશિંગ્ટન ડીસી, બોસ્ટન, ટામ્પા, એટલાન્ટા, હ્યુસ્ટન, ડલાસ, શિકાગો, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોમાં ઉજવણીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. અહીં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.