મુળ રાપર (વાગડ)ના પરંતુ દાદર (મુંબઈ) નિવાસી દાતા તરફથી માંડવીની સંસ્થાને 21 હજારનું અનુદાન આપ્યું.
માંડવીમાં છેલ્લા 32 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને મુળ રાપર (વાગડ)ના પરંતુ દાદર (મુંબઈ) નિવાસીદાતા તરફથી માંડવીની સંસ્થાને રૂપિયા 21000/- (એકવીસ હજાર)નું અનુદાન મળેલ છે.
માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રીશ્રી દિનેશભાઈ શાહની પ્રેરણાથી અને સંસ્થાની દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ મુળ રાપર (વાગડ)ના પરંતુ હાલમાં દાદર (મુંબઈ) નિવાસી દાતા દમયંતીબેન વસંતભાઈ સંઘવી તરફથી સંસ્થાને દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિઓ માટે તાજેતરમાં રૂપિયા 21,000/- નું અનુદાન મળેલ છે. સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરને સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે દાતા દમયંતીબેન વસંતભાઈ સંઘવીનો રૂપિયા 21000/- નો ચેક અર્પણ કરેલો હતો.સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.