મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદ ની સ્થિતિની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી એ ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદ ની પરિસ્થિતિ ની પળેપળ ની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રો નું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી સાયકલોન મેનેજમેન્ટ ની આગવી સંવેદના દર્શાવી હતી. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને ગઈ રાત્રિ ની વાવાઝોડા ને વરસાદ ની સ્થિતિ ,નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરે ને થયેલી અસર ની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના જિલ્લાઓ માં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.
મુખ્યસચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ કે દાસ સહિત ના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *