મુખ્યમંત્રી વિજયમાઈ રૂપાણીએ આજે કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી

આ દરમિયાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે  જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી
આ મુલાકાત વેળાએ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના એમ ડી દિનેશ ખટારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *